મોરબી શહેર વિસ્તારમાં રહેતી એક યુવતીને અગાઉના પ્રેમ સંબંધના તણાવ બાદ એક શખ્સે છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને પગલે મોરબી સિટી ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી શહેર વિસ્તારમાં રહેતી યુવતીએ પોલીસમાં આપેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, આરોપી તૌફીક ગુલામહુશેન સુમરા (રહે. વીશીપરા, મોરબી) સાથે તેનો અગાઉ પ્રેમ સંબંધ હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી તે આરોપી સાથે વાતચીત કરતી નહોતી. આ બાબતે ગુસ્સે ભરાયેલા આરોપીએ યુવતીને ગાળો બોલી ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા.
આરોપીએ વધુમાં યુવતી સામે છરી દેખાડી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં યુવતી ભયભીત બની ગઈ હતી. આ સમગ્ર બનાવ બાદ યુવતીએ મોરબી સિટી ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ તૌફીક ગુલામહુશેન સુમરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરીયાદના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધીને આરોપીની અટકાયત તેમજ વધુ તપાસ હાથ ધરી છે.




