HomeGujaratમોરબીનો યુવાન રશિયામાં ફસાયો, યુક્રેન સેના સામે આત્મસમર્પણ

મોરબીનો યુવાન રશિયામાં ફસાયો, યુક્રેન સેના સામે આત્મસમર્પણ

મોરબીના 22 વર્ષીય સાહિલ મોહમદ હુસેન માજોઠી એક વર્ષ પહેલા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અભ્યાસ માટે રશિયા ગયા હતા. અભ્યાસ દરમિયાન તેણે પાર્ટ ટાઇમ કુરિયર ડિલિવરીનું કામ શરૂ કર્યું હતું. એક પાર્સલમાં પ્રતિબંધિત ડ્રગ્સ મળતા, અને જાણકાર ન હોવા છતાં, સાહિલને રશિયન પોલીસએ ઝડપી જેલમાં મોકલી દીધો હતો.

કોર્ટ દ્વારા તેને સાત વર્ષની સજા ફટકારી દેવામાં આવી, અને જેલમાં જવાથી બચવા માટે તેને રશિયન સેના જોડાવાની ઓફર મળી. સાહિલે આ કોન્ટ્રાક્ટ સ્વીકારી, 16 દિવસની ટ્રેનીંગ બાદ યુદ્ધ માટે મોકલવામાં આવ્યો.

યુક્રેનની 63મી મેકેનાઈઝડ બ્રિગેડે મંગળવારે એક વિડીયો જાહેર કર્યું છે, જેમાં સાહિલ યુક્રેન સેના સામે આત્મસમર્પણ કરતો જોવા મળ્યો છે.

મોરબીમાં તેનું પરિવાર હજુ પણ કોર્ટમાં સાહિલને છૂટકારો આપવા પ્રયાસ કરી રહ્યું છે. વિડીયો વાયરલ થતાં પરિવાર પર ભારે માનસિક અને સામાજિક દબાણ છે.

RELATED ARTICLES

Most Popular