મોરબી શહેર પેટા વિભાગ–2 હેઠળ આવતા અનેક વિસ્તારોમાં તા. 11 ને શનિવારના રોજ સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વિજ કાપ 66 કેએવી મોરબી ‘A’ સબસ્ટેશનમાં થનારી મેઇન્ટેનન્સ કામગીરીને કારણે રહેશે, એવી માહિતી વીજ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
વિભાગ દ્વારા જણાવાયું છે કે મોરબી શહેરના આ ફીડર હેઠળના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે. જેમાં ભાડિયાદ ફીડર હેઠળ સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસાયટી, રામદેવનગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર તેમજ આસપાસના વિસ્તારોમાં તેમજ સીટી ફીડર હેઠળ મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટથી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પૂરવઠો બંધ રહેશે. આ ઉપરાંત દરબારગઢ ફીડર હેઠળ મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલય, નાની બજાર, મકરાણી વાસ, દરબારગઢથી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારો તેમજ વેજીટેબલ ફીડર ભિમસર, ઉમાં ટાઉનશિપ, આદર્શ સોસાયટી, શિવપાર્ક, લાભ નગર–1 અને 2 તથા આસપાસના વિસ્તારોમાં વીજ પૂરવઠો બંધ રહેશે.
આ ઉપરાંત ગોપાલ ફીડર હેઠળ રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિધુત નગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક, ભારત નગર તથા આસપાસના વિસ્તારો તેમજ એમ. હોસ્પિટલ ફીડર હેઠળ લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી અને લક્ષ્મી નારાયણ સોસાયટી વિસ્તાર તથા વિશાલદીપ ફીડર હેઠળ જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પ્લેક્સ–1 થી 5, શક્તિ ચેમ્બર, સિરામિક સીટી તથા આસપાસના વિસ્તારો તથા ત્રાજપર ફીડર હેઠળ તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી અને અંબિકા સોસાયટી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. આ સિવાય પરશુરામ ફીડર હેઠળ શ્રીમદ્ સોસાયટી, રાજસોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત તથા આસપાસના વિસ્તારો તથા રેલવે ફીડર હેઠળ શક્તિ કોમ્પલેક્ષ, એલ.ઇ. કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ, સ્વામિનારાયણ મંદિર સહિતના વિસ્તારોમાં વીજ પૂરવઠો બંધ રહેશે.
વીજ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મેન્ટેનન્સની કામગીરી દરમિયાન જરૂરી તકેદારી રાખે અને શક્ય તેટલા વિજ ઉપકરણો બંધ રાખે. કામગીરી પૂરી થતાં વિજ પૂરવઠો નિયમિત રીતે પુનઃ શરૂ કરવામાં આવશે.




