મોરબી શહેરમાં જુગારધારા હેઠળ પોલીસ દ્વારા વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે શહેરના પંચાસર રોડ પર ખ્વાજા પેલેસ નજીક એક શખ્સ જાહેરમાં વરલી મટકાના આંકડા લખતો હોવાનું જણાતાં પોલીસે તાત્કાલિક રેડ કરી હતી.
પોલીસે ત્યાંથી ઈકબાલભાઈ ઉર્ફે મુન્શી જમાલભાઈ રાઉમા (રહે. ભારતપરા મફતિયામા, પંચાસર રોડ, મોરબી)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડા રૂપિયા 600 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

