HomeGujaratહળવદના ગોલાસણ ગામે વાડીમાંથી દારૂના જથ્થા સહિત એક ઝડપાયો અને બીજા આરોપીનું...

હળવદના ગોલાસણ ગામે વાડીમાંથી દારૂના જથ્થા સહિત એક ઝડપાયો અને બીજા આરોપીનું નામ ખુલ્યું

હળવદ પોલીસે બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી વિદેશી દારૂની 195 બોટલ અને એક મોટરસાયકલ સહિતનો કુલ રૂ. 2.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે તેજસ ઉર્ફે પિન્ટુ નરસીભાઈ લાંઘણોજા (રહે. ખાખરેચી) ને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન દારૂના આ ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા સુરેશ જેસિંગભાઈ સુરેલા (રહે. ગોલાસણ) નું નામ પણ બહાર આવ્યું હતું. પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular