HomeGujaratમોરબીમાં મહિલા ઔદ્યોગિક સાહસિકતા સેમિનાર યોજાયો

મોરબીમાં મહિલા ઔદ્યોગિક સાહસિકતા સેમિનાર યોજાયો

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબીના એ.કે. સહયોગ કોમ્યુનિટી હોલ ખાતે મહિલા ઔદ્યોગિક સાહસિકતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો તથા નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મહિલાઓને હસ્તકલા સેતુ અને તેને સંલગ્ન યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ યોજનાઓ, તેમજ બેંકની કેશ ક્રેડિટ યોજના જેવી અનેક સરકારની સહાયકારી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત સ્થળ પર જ વિવિધ મહિલાલક્ષી યોજનાઓ માટે નામાંકરણ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જેથી મહિલાઓને તાત્કાલિક લાભ મળી શકે.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, લીડ બેંક મેનેજર સાકીર છીપા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિશાલ દેત્રોજા, ઝરીનાબેન સહિતના અધિકારી, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular