Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં HIV એઇડ્સ અંગે જાગૃતિ માટે 'રેડ રન ડિસ્ટ્રિક્ટ મેરેથોન'નું ભવ્ય આયોજન

મોરબીમાં HIV એઇડ્સ અંગે જાગૃતિ માટે ‘રેડ રન ડિસ્ટ્રિક્ટ મેરેથોન’નું ભવ્ય આયોજન

Advertisement
Advertisement

ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી અને મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ તથા જિલ્લા એઈડ્સ કંટ્રોલ અધિકારી ડો. ધનસુખ અજાણાના સહયોગથી, દીશા ડાપકુના માર્ગદર્શન હેઠળ મોરબીમાં HIV એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવા તથા યુવાનોની ભાગીદારી વધારવાના હેતુસર ‘રેડ રન ડિસ્ટ્રિક્ટ મેરેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેરેથોન ઉમીયા સર્કલથી શરૂ થઈ લેક્ષસ બંગલોઝ સુધી અને ત્યાંથી ફરી ઉમીયા સર્કલ સુધી 5 કિ.મી. અંતરે યોજાઈ હતી. મેરેથોનમાં જી.જે. શેઠ કોલેજ, શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજ તથા ઓમ વીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

મેરેથોન બાદ HIV એઇડ્સ અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને સર્ટિફિકેટ અને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડો. શ્રીવાસ્તવ, ડો. ધનસુખ અજાણા, પ્રોફેસર રાજેશ ઠાકોર, પ્રોફેસર આર.કે. પવાર, રાજેશભાઈ જાદવ, પિયુષભાઈ જોષી, સુરેશભાઈ ચૌહાણ, પીંટુભાઈ રાણીપા અને પ્રોજેક્ટ ડિરેક્ટર રાજેશભાઈ લાંગા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા અનમોલ ટ્રસ્ટ અને નવજીવન ટ્રસ્ટના કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular