Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી ક્રાઈમ બ્રાંચે રૂ. ૨૫.૯૩ લાખનો વિદેશી દારૂ સહિત બિયરનો જથ્થો ઝડપ્યો

મોરબી ક્રાઈમ બ્રાંચે રૂ. ૨૫.૯૩ લાખનો વિદેશી દારૂ સહિત બિયરનો જથ્થો ઝડપ્યો

Advertisement
Advertisement

મોરબીમાં તા. ૧૨ ના રોજ મોરબી ક્રાઇમ બ્રાંચે માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમસર ચોકડી નજીકથી ઇંગ્લીશ દારૂ અને બીયરનો રૂ. ૨૫.૯૩ લાખનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ તરફથી આવતો ડમ્પર નંબર GJ-36-V-5003 ને રોકી તપાસ કરતા તેના ઠાઠામાં પતરા અને તાલપત્રી આડમાં છુપાવેલા ઇંગ્લીશ દારૂના ૧૮૦ મીલીના ૪૩૨૦ ચપાલા તથા બે અલગ-અલગ બ્રાન્ડના ૫૦૦ મીલીના ૨૫૬૮ બીયરના ટીન મળી આવ્યા હતા. કુલ રૂ. ૧૦.૮૩ લાખના દારૂ-બીયર સહિત ડમ્પર, મોબાઇલ ફોન અને અન્ય સામાન મળી કુલ રૂ. ૨૫.૯૩ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ મામલે ડમ્પર ડ્રાઇવર ચુનીલાલ અમેદારામ હુડા (રહે. ધુડાવા, જી. બાડમેર, રાજસ્થાન)ને ઝડપાયો છે, જ્યારે માલ મોકલનાર વિજય જેન્તીભાઇ પટેલ (રહે. દેવળીયા, તા. હળવદ) ફરાર છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તથા પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડયા, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર જે.પી. કણસાગરા અને તેમની ટીમે સંયુક્ત રીતે હાથ ધરી હતી. મોરબીની માળીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંઘીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular