HomeGujaratમોરબીના શનાળા જૂના ગામના ઇન્દીરાવાસમાંથી ઈંગ્લીશ દારૂની 144 બોટલ ઝડપાઈ

મોરબીના શનાળા જૂના ગામના ઇન્દીરાવાસમાંથી ઈંગ્લીશ દારૂની 144 બોટલ ઝડપાઈ

મોરબી શહેર “એ” ડિવિઝન પોલીસે શનાળા જૂના ગામ ઇન્દીરાવાસ વિસ્તારમાં રહેણાંક મકાન પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂની બોટલ નંબર 144, કિંમત રૂ. 34,248 નો મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ આરોપીઓએ પોતાના કબ્જાના મકાનમાં વેચાણના ઈરાદે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણ ઈસમોને કાબુમાં લીધા હતા. જેમાં સુનીલભાઈ મહેન્દ્રભાઈ દેવાણી (ઉં.32, રહે. મોરબી માધાપર શેરી નં. 12, હાલ ઉમીયાપાર્ક વાવડી રોડ) સાગર ધીરૂભાઈ ચાવડા (રહે. મોરબી રણછોડનગર) રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રહે. મોરબી શક્તિશનાળા નીતીનનગર) ના સમાવેશ થાય છે.

પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular