HomeGujaratમોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રા યોજાઈ

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રા યોજાઈ

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી ખાતે મણીમંદિરથી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાને કલેક્ટર કે.બી. ઝવેરી તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પદયાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોરબીવાસીઓએ “વિકાસ ભારત પ્રતિજ્ઞા” લીધી હતી.

આ પદયાત્રામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વિરલ દલવાડી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

RELATED ARTICLES

Most Popular