HomeGujaratમોરબીના નવા ડેલા રોડ પરથી આધેડની બાઈક અજાણ્યા ચોરે ચોરી કરી લઈ...

મોરબીના નવા ડેલા રોડ પરથી આધેડની બાઈક અજાણ્યા ચોરે ચોરી કરી લઈ ગયો

મોરબી શહેરના નવા ડેલા રોડ પર ભવાની ટ્રેડિંગની બાજુમાં આવેલ જાહેર શૌચાલય પાસે પાર્ક કરેલી બાઈક કોઈ અજાણ્યા ચોરે ચોરી કરી લઈ ગયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને કુરિયર સર્વિસમાં નોકરી કરતા હસમુખભાઈ દેવજીભાઈ સોલંકી (ઉં. 44) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદ મુજબ તેમની હોન્ડા કંપનીની સીડી-100 મોટરસાયકલ (રજી. નં. GJ-36-AA-1615), જેની કિંમત અંદાજે રૂ. 50,000 ગણાય છે, તે મોરબી નવા ડેલા રોડ પર ભવાની ટ્રેડિંગની બાજુમાં આવેલ જાહેર શૌચાલય પાસે પાર્ક કરેલી હતી. ત્યારબાદ કોઈ અજાણ્યા ચોરે તેમની પરવાનગી કે સહમતી વગર બાઈક ખસેડી ચોરી કરી લીધી હતી. પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular