HomeGujaratમોરબીમાં ચલણી નોટ પર નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીમાં ચલણી નોટ પર નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં ચલણી નોટ પર નંબરીનો જુગાર રમતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે દક્ષક રમેશભાઈ બાવરવા (રહે. પંચાસર રોડ) અને દાઉદ સફીભાઈ હોકાવારા (રહે. કુલીનગર, વીસીપરા) નામના બંને આરોપીઓને રૂ. 860ની રોકડ રકમ સાથે કાબૂમાં લીધા હતા. બંને વિરુદ્ધ જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular