HomeGujaratમોરબીમાં જલારામ એપાર્ટમેન્ટમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

મોરબીમાં જલારામ એપાર્ટમેન્ટમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

મોરબી શહેરના સેન્ટ મેરી સ્કૂલ પાછળ આવેલા જલારામ એપાર્ટમેન્ટ વિસ્તારમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માહિતીના આધારે આરોપી સાગરભાઈ કાંતિલાલ પલાણ (ઉંમર ૨૩) ના રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૦૭ બોટલ, કુલ કિંમત રૂ. ૪,૭૦૦નો મુદામાલ કબજે લીધો હતો.

પોલીસ પહોંચી ત્યારે આરોપી સ્થળ પર હાજર ન મળતા તેને ફરાર જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular