HomeGujaratમોરબીમાં ત્રણ મહિલા સહિત પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં ત્રણ મહિલા સહિત પાંચ જુગારીઓ ઝડપાયા

શહેરના વજેપર શેરી નં-૧૩ ખાતે જાહેરમાં ગોળ કુંડાળું બનાવી તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વજેપર શેરી નં-૧૩ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો જોવા મળતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે સ્થળ પરથી રવીભાઈ વીનુભાઈ પોયલા (રહે. કાલીકા પ્લોટ શેરી નં-૨), જયેશભાઇ હમીરભાઇ ખાંભલા (રહે. લિલાપર રોડ સ્મશાન આગળ), પુનમબેન રામજીભાઈ બાંભણીયા (રહે. વજેપર શેરી નં-૧૧), જરીનબેન સલીમભાઈ સુમરા (રહે. કાલીકા પ્લોટ શેરી નં-૫) તથા જશુબેન દિલિપભાઈ પોયલા (રહે. ભુમી ટાવર પાછળ, વાવડી રોડ) ને ઝડપી પાડયા હતા.

પોલીસે તેમની પાસેથી રૂપિયા ૩,૯૦૦ રોકડ રકમ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular