Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી રોશનીથી ચમક્યું પણ રસ્તાની હાલતથી પ્રજાજનોને કમરના દુખાવા! લાખો રૂપિયાનું લાઈટ...

મોરબી રોશનીથી ચમક્યું પણ રસ્તાની હાલતથી પ્રજાજનોને કમરના દુખાવા! લાખો રૂપિયાનું લાઈટ ડેકોરેશન, છતાં રસ્તાના ખાડા બોલી રહ્યા છે હકીકત

Advertisement
Advertisement

દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને ઝગમગતું બનાવવા માટે લાખો રૂપિયાનું બજેટ ફાળવી વિવિધ મુખ્ય માર્ગો, ચોકો અને જાહેર સ્થળોએ આકર્ષક લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. નહેરુગેટથી માંડીને મયુર ફૂલ સુધી રંગબેરંગી લાઈટો ઝળહળતા શહેરનું સૌંદર્ય વધ્યું છે અને તહેવારી માહોલ જીવંત બની ગયો છે.

પરંતુ બીજી તરફ, શહેરના રસ્તાઓની હાલત પ્રજાજનો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. લાઈટની ચમક વચ્ચે ખાડાઓ અને અસમાર્ક પેચવર્ક ધરાવતા માર્ગો પર વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તો નાની મુસાફરી બાદ જ લોકો “કમરના દુખાવા”ની મજાકમાં પણ ગંભીર ફરિયાદ કરી રહ્યા છે.

સ્થાનિક નાગરિકો જણાવે છે કે, “શહેરનો સૌંદર્ય વધારવું સારું છે, પરંતુ સલામતી અને સુવિધા પણ એટલી જ જરૂરી છે. જો રસ્તા સમારકામના કામો પહેલેથી પૂરા કરાયા હોત તો દિવાળીનો આનંદ દોગણો થઈ શક્યો હોત.”

મહાનગરપાલિકા દ્વારા રોશનીના આકર્ષક ડેકોરેશનમાં કોઈ કસર રાખવામાં આવી નથી, પરંતુ હવે નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે દિવાળી બાદ તાત્કાલિક રસ્તા સુધારણા કામો હાથ ધરવામાં આવે જેથી મોરબી ખરેખર “રોશન પણ અને સ્વચ્છ પણ” બની શકે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular