Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં પોલીસની મોટી કાર્યવાહી, કુંભાર શેરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો,...

મોરબીમાં પોલીસની મોટી કાર્યવાહી, કુંભાર શેરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ફરાર

Advertisement
Advertisement

મોરબી શહેરની સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા ગત રોજ રાત્રે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલી કુંભાર શેરીમાં રેઇડ હાથ ધરવામાં આવી હતી. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે આ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો વેચાણના ઈરાદે રાખવામાં આવ્યો છે.

પોલીસની ટીમે તરત જ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાંથી કુલ 17 વિદેશી દારૂની બોટલ, કિંમત રૂ. 13,662, મળી આવી હતી.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન હર્ષદભાઈ નાનજીભાઈ મકવાણા (ઉંમર 49 વર્ષ, રહે. મહેન્દ્રપરા શેરી નં. 04, એમ.ડી.જી. મોરબી)ને સ્થળ પરથી ઝડપ્યો હતો.

તેમજ આ ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે સંકળાયેલા રાકેશભાઈ દામજીભાઈ પાદરેશા, રહે. કુંભાર શેરી, નવો ડેલો રોડ, અને હીતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે બંનેને ફરાર જાહેર કરી તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂની 17 બોટલ તેમજ અન્ય મુદ્દામાલ રૂ. 13,662 નો કબજો મેળવી ગુનો નોંધાવ્યો છે.

ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ-કોણ લોકો આ ગેરકાયદેસર વેચાણમાં સંકળાયેલા છે.

આ કાર્યવાહીથી મોરબી પોલીસ દ્વારા દારૂ વિરુદ્ધ સતત ચાલતી ઝુંબેશને વધુ બળ મળ્યું છે અને શહેરમાં દારૂના ગેરકાયદેસર ધંધા પર કડક કાર્યવાહી થઈ રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular