Sunday, April 19, 2026
HomeMorbiટંકારા-લતીપર હાઈવે ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ખાતે દિવાલ નમી જતા કામદારનું મોત

ટંકારા-લતીપર હાઈવે ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ખાતે દિવાલ નમી જતા કામદારનું મોત

Advertisement
Advertisement

ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર આવેલા સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ગોકુલધામ ખાતે પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા ઇન્દ્રપ્રસ્થ-૩ ના ગ્રાઉન્ડ બહાર રહેતા લુઇસભાઈ સીરીલભાઈ વસુનીયા (ઉંમર ૨૭) પ્લાસ્ટરનું કામ કરી રહ્યા હતા.

પ્લાસ્ટર દરમિયાન તેઓ બે દિવાલ વચ્ચે પાલક પર ઉભા રહી કાર્ય કરી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ નમી જતાં બંને દિવાલ વચ્ચે દબાઈ ગયા હતા. ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તરત જ સાથીઓએ મદદરૂપ થઈ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular