HomeMorbiમોરબી મનપાની ફાયર શાખાએ સરકારી અને હોસ્પિટલના કર્મચારીઓને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ અપાઈ
મોરબી મનપાની ફાયર શાખાએ સરકારી અને હોસ્પિટલના કર્મચારીઓને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ અપાઈ
મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૧૭/૦3 /૨૦૨૬ થી ૨૮/૦૩/૨૦૨૬ સુધીમાં ૩ સરકારી કચેરી ૩૪ કર્મચારી અને ૦૧ હોસ્પિટલમાં ૨૫ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ વધુ પ્રિવેનાન ના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૯૫ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૫ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.