HomeMorbiમોરબીમાં કોળી સમાજની ભવ્ય શોભાયાત્રા: વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ઉમટી ભક્તિની લહેર
મોરબીમાં કોળી સમાજની ભવ્ય શોભાયાત્રા: વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ઉમટી ભક્તિની લહેર
મોરબી શહેરમાં કોળી સમાજ દ્વારા વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરના સમાજજનો ઉત્સાહભેર જોડાયા હતા.
શોભાયાત્રામાં શણગારેલા વિવિધ રંગબેરંગી ફ્લોટ્સ સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યા હતા અને શહેરભરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. આ આયોજનમાં કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, ધર્મેન્દ્રભાઈ ગણેશિયા, અમિતભાઈ મગેચાણિયા સહિતના આગેવાનોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શોભાયાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી.
યાત્રા જડેશ્વર ચોકથી પ્રારંભ થઈને નહેરૂ ગેઇટ ચોક અને બાપુના બાવલા માર્ગે શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરતી રહી અને અંતે કોળી સમાજની બોર્ડિંગ ખાતે વિસર્જન પામી હતી. શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ બોર્ડિંગ ખાતે મહા પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.