Thursday, April 23, 2026
HomeMorbiવાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૫ દિવસ માટે પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૫ દિવસ માટે પ્રવેશબંધી

Advertisement
Advertisement

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે પશ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટના પશ્ચિમ રેલ્વે, રાજકોટ સબ ડિવીઝનના પોલીસ અધિકારી/કર્મચારીઓની વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૧૬/૧૨/૨૦૨૪ અને ૨૦/૧૨/૨૦૨૪ સુધી કુલ ૫ દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તારીખ ૧૬/૧૨/૨૦૨૪ અને ૨૦/૧૨/૨૦૨૪ સુધી કુલ ૫ દિવસ જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular