સિટી બી ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરી નં -૦૪મા રહેતા આરોપી અંકિત અરૂણભાઇ રાઠોડ એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૩૪ કિં રૂ.૧,૫૫,૬૦૮નો પોલીસે કબ્જે કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

