Sunday, April 19, 2026
HomeMorbiવાંકાનેરના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા રોડ પર પાકિસ્તાનનો ઝંડો દોરી આંતકવાદીઓના હિન કૃત્યનો...

વાંકાનેરના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા રોડ પર પાકિસ્તાનનો ઝંડો દોરી આંતકવાદીઓના હિન કૃત્યનો વિરોધ 

Advertisement
Advertisement

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આંતકવાદી દ્વારા ત્યાં ફરવા ગયેલ પર્યટકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી જે હિંન કૃત્ય કર્યું છે તેનો સર્વત્ર વિરોધ થઈ રહ્યો છે. આતંકવાદીઓના વિરોધમાં સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી આંતકવાદને પનાહ આપનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવાની માંગ ઉઠી રહી છે ત્યારે વાંકાનેરમાં પણ રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા શહેરના માર્કેટચોકમાં જાહેર રોડ પર જ્યાં દિવસ દરમિયાન અનેક વાહનો તેમજ લોકો પગપાળા ત્યાંથી પસાર થાય છે ત્યાં પાકિસ્તાનનું સતત અપમાન થતું રહે તેવા ઉદ્દેશ સાથે પાકિસ્તાનનો ઝંડો દોરી પાકિસ્તાન મૂર્દાબાદ સ્લોગન લખી તેને તેની જ ભાષામાં જવાબ દેવાની પણ માંગ યુવાનો દ્વારા કરવામાં આવી હતી.

આ વિરોધ પ્રદર્શનમાં મહેશ પંડ્યા, મેહુલ ઠાકોર, શિવાજી રાજગોર, મયુર ઠાકોર, દિપક રાજગોર, હરેશ માણસુરીયા, હિરેન બરેડિયા, હિરેન પનારા, અજય પનારા, સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા આંતકવાદી હુમલાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular