ટંકારા મોરબી હાઈવે રોડ પર મહીન્દ્રા કંપનીના સો રૂમ પાછળ શ્રેયા ઘડીયારના કારખાનામાં આધેડ તથા સાથી કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયા હતા ત્યારે કહ્યું હતું કે પરમ દિવસે કેમ ઓફિસની બહાર મુકીને જતા રહેલ જેથી આધેડે જવાબમાં કહ્યું હતું કે, પાર્સલ તમને મળી ગયું છે ને તેમ કહેતા આરોપીએ આધેડ તથા સાથીને માર મારી બીજી વખત ભૂલ કરશો તો જીવતા નહીં જવા દઉં તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નં.405 માં રહેતા શ્રીકાંતભાઈ વાસુદેવભાઇ વૈષ્ણવ (ઉ.વ.46) એ આરોપી રાકેશભાઈ પટેલ શ્રેયા ઘડીયારના કારખાના માલિક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા સાથી આરોપીના કારખાને કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે આરોપીએ ફરીયાદી તથા સાથી કહેલ કે પરમ દીવસે તમો પાર્સલ ઓફિસની બહાર કેમ મુકીને જતા રહેલ હતા જેથી ફરીયાદીએ કહેલ કે તમોને પાર્સલ તો મળી ગયેલ છે ને તેમ કહેતા આરોપીએ ફરીયાદી તથા સાથીને ગાળો આપી ગાલ પર ઝાપટો મારી ફરીયાદીને કાનના અંદરના ભાગે ઇજા કરી તેમજ સાથીને મુંઢ ઇજા કરી આરોપીએ કહેલ કે હવે પછી ભુલ કરશો તો જીવતા નહી જવા દઉં તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




