Sunday, April 19, 2026
HomeMorbiHalvadહળવદના ચરાડવામાં પોથીયાત્રામાં વૃદ્ધ મહિલાની સોનાની ચેનની ચોરી

હળવદના ચરાડવામાં પોથીયાત્રામાં વૃદ્ધ મહિલાની સોનાની ચેનની ચોરી

Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ પાસે યોજાયેલી પોથીયાત્રા દરમિયાન ભીડનો લાભ લઈ અજાણ્યા ચોરે વૃદ્ધ મહિલાની સોનાની ચેન પર હાથ ફેરવી દીધી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ, ચરાડવા ગામે રહેતી તખુબેન ઓધવજીભાઈ સોનગરા (ઉંમર 60) પોથીયાત્રામાં હાજર હતા. એ સમયે કોઈ અજાણ્યા ચોરે તેમના ગળામાં પહેરેલી આશરે દોઢ તોલાની સોનાની ચેન, કિંમત અંદાજે રૂપિયા 40,000, ભીડનો લાભ લઈ ચોરી કરી લીધી હતી.

ઘટના બાદ તખુબેને હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular