Monday, April 20, 2026
HomeMorbiવાંકાનેરના ભલગામે ગેરકાયદેસર ઇંધણ કૌભાંડનો પર્દાફાશ: 29 હજાર લિટર જ્વલનશીલ જથ્થા સાથે...

વાંકાનેરના ભલગામે ગેરકાયદેસર ઇંધણ કૌભાંડનો પર્દાફાશ: 29 હજાર લિટર જ્વલનશીલ જથ્થા સાથે 5 આરોપીઓ ઝડપાયા

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસેથી એચ.એમ.એન્ટરપ્રાઇઝમાંથી અનઅધિકૃત જ્વલનશીલ પ્રવાહી લીટર-૨૯૦૦૦ કિ.રૂ.૨૩, ૨૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૪૮,૩૩,૫૦૦/- નો શંકાસ્પદ જ્વલનશીલ જથ્થો મોરબી ક્રાઈમ બ્રાંચ તથા વાંકાનેર પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની ટીમને બાતમી મળેલ કે વાંકાનેરના માલકીયા હોટલની નજીકમાં એચ.એમ.એન્ટરપ્રાઇઝમાં મી માય ઇંકો એનર્જી ઇન ડીઝલ નામના પંપનો સંચાલક પોતાના અંગત ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહિનો જથ્થો બહારથી ટેન્કર મારફતે મંગાવી તેની સ્ટોરેજ ટાંકીમાં એકત્ર કરી અને બહારથી આવતી ટ્રકોમાં ઇંધણ તરીકે પુરી તેનું વેચાણ કરે છે. અને હાલમાં આ સ્થળે આ જથ્થો ભરી એક ટેન્કર આવેલ છે. તેવી સચોટ બાતમી મળેલ હોય જેથી તે બાતમીથી નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, વાંકાનેરને, તથા વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સ્પેકટરને મળેલ બાતમીથી વાકેફ કરતા તેઓ સાથે સંયુકતમા બાતમીવાળી જગ્યાએ પોલીસ સાથે રેડ કરતા બાતમીવાળી જગ્યાએ તે પંપમાં સંચાલક અજીતસિંહ નવધણસિંહ જાડેજા રહે.રાજકોટવાળા કબજા ભોગવટા વાળા એચ.એમ. એન્ટરપ્રાઇઝમાં રેઇડ કરતા બીલ આધારપુરાવા વગરનો કુલ કિ.રૂ. ૪૮,૩૩,૫૦૦/- ના મુદામાલ સાથે પાંચ ઇસમો અજીતસિંહ નવધણસિંહ જાડેજા રહે. કનકનગર સોસાયટી રાજકોટ, રવિભાઇ દાદભાઈ ધાધલ રહે. નવાગામ સાત હનુમાન મંદિર પાસે તા.જી. રાજકોટ, નરેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર જોષી રહે નવાગામ સ્લમ ક્વાર્ટર મકાન નં-૩૯ તા.જી. રાજકોટ, નયનભાઇ મોહનભાઇ મકવાણા રહે. નવાગામ આણંદપર તા.જી. રાજકોટ, નયનભાઇ વિજયભાઇ વાળા રહે. નવાગામ આણંદપર રાજકોટવાળો મળી આવતા બી.એન. એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular