HomeMorbiખૂનના કેસનો ખાર! નવી નવલખીમાં ટોળાએ ઘરમાં ઘૂસી મચાવી તોડફોડ, રૂ.1.5 લાખનો...

ખૂનના કેસનો ખાર! નવી નવલખીમાં ટોળાએ ઘરમાં ઘૂસી મચાવી તોડફોડ, રૂ.1.5 લાખનો સામાન સળગાવી પરિવારને આપી જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મિયાણા તાલુકાના નવી નવલખી ગામમાં જૂની અદાવત અને ખૂનના કેસના મનદુઃખને લઈને એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ધોકા-લાકડીઓ સાથે આવેલા ટોળાએ ઘરમાં ઘૂસી ભારે તોડફોડ કરી ઘરવખરીનો સામાન બહાર કાઢી સળગાવી દીધો હતો. આ ઘટનામાં આશરે રૂ.1.5 લાખની માલમત્તાને નુકસાન પહોંચ્યું હોવાનું અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળિયા મીયાણાના નવી નવલખી ગામના વતની અને હાલ જામનગરના માધાપરમાં રહેતા ૪૫ વર્ષીય બાનુબેન અભરામભાઈ સાઈચાએ આરોપી ઇબ્રાહીમ હારૂનભાઇ સોતા, ઈશાક કરીમભાઈ પઠાણ, શકીનાબેન અબ્બાસભાઈ સોતા, સલમાબેન હશનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઇ સોતા, શેરબાનુ ઇમરાનભાઈ સોતા રહે બધા નવી નવલખી ગામ તથા રીહાના ઇબ્રાહીમભાઈ સોતા રહે. વવાણીયા ગામવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તારીખ ૧૧/૦૫/ ૨૦૨૬ ના રોજ નવી નવલખી ગામના અબ્બાસ અબ્દુલભાઈ સોતાનુ ખુન થયેલ હતુ જેમા ફરીયાદીના દિકરા નામે હુશેન અભરામભાઈ સાઇચા પણ સંડોવાયેલ હોય જે વાતનું મન દુ:ખ રાખી મૃતકના સગા સંબંધીઓએ ફરીયાદિના રહેણાંક મકાનમાં ગેર કાયદેસર પ્રવેશ કરી આશરે ૧,૫૦,૦૦૦/- ની ઘર વખરીનો સામાન ઘરની અંદર તથા ઘર ની બહાર કાઢી સળગાવી દીધો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular