HomeMorbiમોરબીમાં વ્યાજખોરોની દાદાગીરીનો વધુ એક કિસ્સો: વ્યાજ ચૂકવ્યા છતાં યુવાનને ધમકી અને...
મોરબીમાં વ્યાજખોરોની દાદાગીરીનો વધુ એક કિસ્સો: વ્યાજ ચૂકવ્યા છતાં યુવાનને ધમકી અને માનસિક ત્રાસ
મોરબી જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ દિવસેને દિવસે ગંભીર બનતું જઈ રહ્યું છે. ખાનપર ગામના બોરવેલ વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાને આર્થિક સંકટ દરમિયાન લીધેલા ધીરાણ બદલ 30 ટકા જેટલું ઊંચું માસિક વ્યાજ ચૂકવ્યું હોવા છતાં વ્યાજખોરો દ્વારા સતત ઉઘરાણી, ધમકીઓ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાતા વ્યાજખોરીના કાળા કારોબાર પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
આ મળતી માહિતી મુજબ મોરબીના ખાનપર ગામે રહેતા અને બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા 32 વર્ષીય પારસભાઈ રમેશભાઈ રૈયાણીએ આરોપી પરબતભાઇ સવજીભાઈ રબારી રહે. કોયલી તા. મોરબી તથા નિકુંજ ઉર્ફે નિતીનભાઇ વાસીયાંભાઈ જારીયા રહે. ગજડી ગામ તા્ ટંકારાવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને રૂપીયાની જરૂરત પડતા અલગ અલગ તારીખે 30 ટકાના માસીક ઉંચા વ્યાજે રૂપીયાનુ ધીરાણ કરી તેની સામે ગેરંટી તરીકે ફરીયાદિની સહી વાળા કોરા બેંક ચેક લખાવી લઈ તેમજ હાથ ઉછીના રૂપીયાનુ લખાણ કરાવી લીધેલ હોય અને આરોપી પરબતભાઇ પાસેથી રૂપીયા 4,00,000 /- તથા આરોપી નિકુંજ ઉર્ફે નિતીનભાઇ પાસેથી રૂપીયા 1,50,000 લીધેલ હોય અને આરોપી પરબતભાઇને રૂપીયા 8,40,000 – તથા આરોપી નિકુંજ ઉર્ફે નિતીનભાઇને રૂપીયા 1,35,000 વ્યાજના રૂપીયા ચુકવવા છતાં વ્યાજ તથા મુળ રકમની ફરીયાદી પાસેથી અવારનવાર બળજબરીથી વધુ રકમ મેળવવા સારુ જાનથી મારી નાખવાની ધમકી આપી કડક ઉઘરાણી કરી તેમજ આરોપીઓને આપેલ કોરા ચેક બાબતે ચેક રીટર્ન કરીને કોર્ટમા કેશ કરવાની ધમકી આપી નોટીસ મોકલી માનસીક ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.