HomeMorbiમોરબીમાં રૂ. 7.26 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પાંચ આરોપીઓ...
મોરબીમાં રૂ. 7.26 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પાંચ આરોપીઓ ઝડપાયા; છ હજુ ફરાર!
મોરબી: નજીવા કમિશનની લાલચમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપીને કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં મદદરૂપ બનવાના પ્રકરણમાં મોરબી સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. SAMANVAYA અને NCCRP પોર્ટલ પરથી મળેલી વિગતોના આધારે તપાસ કરતા સામે આવ્યું હતું કે ગેંગ દ્વારા મોરબીના જરૂરિયાતમંદ લોકોના નામે આશરે 22 બેન્ક એકાઉન્ટ ખોલાવી વર્ષ 2023થી 2025 દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં સાયબર ઠગાઈ આચરવામાં આવી હતી. આ એકાઉન્ટ મારફતે કુલ રૂ. 7,26,20,266ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકરણમાં પોલીસે હિતેશ મોહનભાઈ પૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંતભાઈ દેવશીભાઈ વામજા, પ્રકાશભાઈ નર્મદાશંકરભાઈ જોશી અને અશ્વિનસિંહ દોલુભા ઝાલાની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ચેતન કિશોરભાઈ પલાણ સહિત રાજુ જોષી, ભરત બારડ, કીરણ પરમાર, કાંતી પરમાર અને સુરેશ પરમાર સહિત છ આરોપીઓ હજુ ફરાર છે. આ ગેંગ વિરુદ્ધ દેશભરમાં 41 ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે અને રૂ. 1,34,53,796ની ફ્રોડ રકમ બેન્ક એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.