Sunday, April 19, 2026
HomeMorbiMaliya Miyanaવિરમગામના માનસિક અસ્વસ્થ આધેડ ટ્રેનની હડફેટે આવી જતા મોતને ભેટ્યા

વિરમગામના માનસિક અસ્વસ્થ આધેડ ટ્રેનની હડફેટે આવી જતા મોતને ભેટ્યા

Advertisement
Advertisement

માનસિક બીમારીને કારણે ઘેરથી નીકળી ગયેલા વિરમગામના આધેડ ગઈકાલે માળીયા મિયાણા – વાધરવા રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે આવી જતા શરીરે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, માળીયા મિયાણા – વધારવા રેલવે ટ્રેક પર ગઈકાલે ખોડાભાઈ દેવાભાઈ સેનવા (ઉ.વ.51) નામના પુરુષનું ટ્રેનની હડફેટે આવી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના અંગે મૃતકના પુત્ર રાહુલભાઈએ જણાવ્યું હતું કે, તેમના પિતાને માનસિક બીમારી હોવાથી બે દિવસ પહેલા ઘેરથી નીકળી ગયા હતા અને રેલવે ટ્રેક પર ચાલતા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી.

જેથી માળીયા મિયાણા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular