Sunday, April 19, 2026
HomeMorbiટંકારાના હરબટિયાળી ગામ નજીક કારની ઠોકરથી રીક્ષા પલટી ગઈ, ચાલકનું મોત

ટંકારાના હરબટિયાળી ગામ નજીક કારની ઠોકરથી રીક્ષા પલટી ગઈ, ચાલકનું મોત

Advertisement
Advertisement

રાજકોટ – મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામથી આગળ જતા કાર ચાલકે અતુલ શક્તિ રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષા પલ્ટી ગઈ હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગત તા.23 ઓગસ્ટના રોજ રાજકોટ – મોરબી હાઇવે પર રીક્ષા લઈ રાજકોટ તરફ જઈ રહેલા મહમદશાહીલ ઇબ્રાહિમભાઈ શાહમદારને કાર ચાલકે પાછળથી ઠોકર મારતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. રીક્ષા નીચે દબાઈ જતા મહમદશાહીલનું મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માતની આ ઘટના અંગે મૃતકના મોટાભાઈ અહેમદશા શાહમદાર એ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular