Sunday, April 19, 2026
HomeGujaratમોરબી નગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને પ્રિવેન્શન સંબંધિત તાલીમ અપાઇ 

મોરબી નગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને પ્રિવેન્શન સંબંધિત તાલીમ અપાઇ 

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. 27/01/2026 થી 02/02/2026 દરમ્યાન 05 સરકારી કચેરીઓમાં કુલ 418 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન સંબંધિત તાલીમ આપવામાં આવી હતી. આગ નિવારણના હેતુથી સમાજવાડી, કોમ્પ્લેક્સ તેમજ ઔધોગિક એકમો જેવી વિવિધ ઇમારતોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગોને નોટીસ પાઠવવામાં આવી અને સાથે આગથી બચાવ માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પણ આપવામાં આવી.

અગાઉ આપવામાં આવેલી નોટીસના પરિણામે 172 કોમ્પ્લેક્સ અને 34 સમાજવાડીમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે તથા કેટલીક જગ્યાએ કામગીરી હજુ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન ફાયર સેફ્ટી એપ્રુવલ માટે કુલ 08 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જે આર.એફ.ઓ. કચેરીને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે. આ પ્રકારની તાલીમ અને પ્રિવેન્શન કામગીરીનો મુખ્ય હેતુ મોરબીના નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો, આગ સામેના સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો અને કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક અગ્નિશમન શાખાનો સંપર્ક કરીને નાની કે મોટી દુર્ઘટનાઓ તેમજ જાનહાનિ ટાળીને જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

આ દરમિયાન મોરબી શહેરમાં 01 રેસ્ક્યુ કોલ તથા 05 આગ લાગવાના બનાવ નોંધાયા હતા, જેમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સંપૂર્ણ PPE કિટ અને આધુનિક સાધનો સાથે અસરકારક રીતે ફાયર ફાઈટિંગ કામગીરી કરવામાં આવી હતી. કોઈપણ આપત્તિ કે અકસ્માત સમયે નાગરિકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના ફોન નંબર (02822) 230050, 101 અથવા 112 પર તાત્કાલિક સંપર્ક કરી શકે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular