HomeMorbi“ટંકારામાં કૌટુંબિક કલેશનો ખૂની અંત: પિતાએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી, પુત્રએ...
“ટંકારામાં કૌટુંબિક કલેશનો ખૂની અંત: પિતાએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી, પુત્રએ જ નોંધાવી ફરિયાદ”
Advertisement
Advertisement
મોરબી જિલ્લામાં કૌટુંબિક ઝઘડાએ ભયાનક વળાંક લીધો છે, જ્યાં પતિએ જ પત્નીની નિર્દયી હત્યા કરી લાશ ઠેકાણે નાખી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં 17 વર્ષીય પુત્રએ હિંમત દાખવી પોતાના જ પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હાલ ટંકારાના લજાઈ ભિમનાથ રોડ પર ગોરસ કારખાના પાસે સિલ્વર પ્લાસ્ટિક નામના કારખાનાની ઓરડીમા રહેતા અને મૂળ મોરબીના શનાળા બાયપાસ રોડ જોગણીનગરમા રહેતા ૧૭ વર્ષીય સાહીલ સંજયભાઈ ભોજવીયાએ આરોપી પિતા સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના નવા માતા શકુબેન સાથે પોતાની અગાઉની પત્ની બાબતે ઝગડો કરી માથાના ભાગે કોઈ પણ બોથડ હથીયાર મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજા વી લાશને પોતાના રહેણાકેથી બહાર નાખી દઈ પુરાવાનો નાશ કરી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement