HomeMorbi“વાંકાનેરમાં પરણિતાનો આક્ષેપ: સાસરીયા તરફથી શારીરિક-માનસિક ત્રાસ, મહિલા પોલીસમાં ફરિયાદ”
“વાંકાનેરમાં પરણિતાનો આક્ષેપ: સાસરીયા તરફથી શારીરિક-માનસિક ત્રાસ, મહિલા પોલીસમાં ફરિયાદ”
વાંકાનેર તાલુકાના તીથવા ગામની એક પરણિતાએ પોતાના પતિ સહિત સાસરીયા પક્ષ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કરતા મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે પીયરમા રહેતા નુસરતબેન જિયાઉદ્દીનભાઈ બાદી (ઈ.વ.૩૬)એ આરોપી જીયાઉદીન અબ્દુલભાઈ બાદી, અબ્દુલભાઈ મામદભાઈ બાદી, રોશનબેન અબ્દુલભાઈ બાદી, અશુલભાઈ મામદભાઈ બાદી, જેનમબેન અલીભાઈ બાદી રહે. બધા પાંચ દ્વારકા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ સસરા તથા કાકાજી, કાકીજી સાસુ એ અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ ખ ત્રાસ આપી મેણાટોણા મારી એક બીજાને ખોટી ચડામણી કરી શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.